સફાઈ કામદારોને કાયમી કરવા, દિવાળી બોનસ આપવા અને CPF નો લાભ આપવાની માંગટંકારા : ટંકારા નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોના પડતર પ્રશ્નો અંગે સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત દ્વારા ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં સફાઈ કામદારોની સેટઅપની ખાલી જગ્યાઓ સત્વરે ભરવા માંગ કરવામાં આવી છે.સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુ બારૈયા દ્વારા ચીફ ઓફિસરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, ટંકારા નગરપાલિકા હેઠળ ફરજ બજાવતા સફાઈ કામદારોની સેટઅપ મુજબ ઘણી જગ્યાઓ હાલ ખાલી છે. જેના કારણે કામગીરી પર અસર પડી રહી છે. શહેરની સ્વચ્છતા જાળવવા માટે પૂરતા પ્રમાણમાં સફાઈ કામદારો હોવું અત્યંત જરૂરી છે.આવેદનપત્રમાં મુખ્ય 4 માંગણીઓ રજૂ કરવામાં આવી છે, જે નીચે મુજબ છે:● સેટઅપ મુજબની તમામ ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરી આપવામાં આવે.● હાલ કાર્યરત સફાઈ કામદારોને કાયમી કરવામાં આવે તેમજ ભરતી પ્રક્રિયામાં તેમને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે.● સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ વિસ્તાર મુજબ યોગ્ય કામગીરી ફાળવવામાં આવે.● સફાઈ કામદારોને દિવાળી બોનસ ચૂકવવામાં આવે.વધુમાં રજૂઆત કરાઈ છે કે, ટંકારા નગરપાલિકામાં હાલમાં માત્ર 2 કાયમી સફાઈ કામદારો ફરજ બજાવતા હોય, તો તેમને તાત્કાલિક CPF નો લાભ આપવામાં આવે. સફાઈ કામદારોના આ પ્રાણપ્રશ્નોને ગંભીરતાથી લઈ સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે.#MorbiUpdate #Tankara #NagarPalika #ValmikiSamaj #SafaiKamdar #TankaraNews #Morbi #GujaratNews