નવા બસસ્ટેન્ડ પાસે એ ડિવિઝન અને કુબેર ટોકીઝ પાસે બી ડિવિઝન પોલીસનો દરોડોમોરબી : મોરબી શહેરમાં એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે અલગ અલગ બે દરોડા પાડી ચલણી નોટ પર નોટ નંબરીનો જુગાર રમી રહેલા સાત આરોપીઓને રોકડા રૂપિયા 24,610 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે નવા બસસ્ટેન્ડ સામે જાહેરમાં ચલણી નોટ પર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી (1) મુકેશભાઇ આશુભાઇ કારીયા (2)બાબુભાઇ રાજાભાઇ કંજારીયા (3) રહિમભાઇ કાસમભાઇ સુમરા (4)સુરેશભાઇ વાલજીભાઇ કણજારીયા (5) અલ્તાફભાઇ કાસમભાઇ જુણાચને રોકડા રૂપિયા 24 હજાર સાથે ઝડપી લીધા હતા. જ્યારે બી ડિવિઝન પોલીસે કુબેર ટોકીઝના ગ્રાઉન્ડમાં જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી (1) પ્રવીણભાઈ ઉર્ફે રવિ બળદેવભાઈ સોલંકી અને (2)સંજયભાઈ ઈશ્વરભાઈ વઢિયારા નામના શખ્સને ઝડપી લઈ રોકડા રૂપિયા 610 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.