દૂધના બદલે વેજીટેબલ ફેટમાંથી બનતા 'એનાલોગ' પનીરના ઉપયોગ સામે તંત્ર લાલઘૂમ, નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે થશે કડક કાર્યવાહીમોરબી : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ અને તૈયાર ખોરાકના એકમો માટે પનીરના ઉપયોગ બાબતે એક મહત્વનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં બજારમાં અસલી પનીરના બદલે 'Analogue' (વેજીટેબલ ફેટ પનીર)નો ઉપયોગ વધ્યો છે, જે બાબતે ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા અટકાવવા માટે તંત્ર દ્વારા 4/4/2026ના રોજ ખાસ સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.મેન્યુકાર્ડ અને નોટિસ બોર્ડ પર વિગતો દર્શાવવી ફરજિયાતરાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના આદેશ મુજબ, હવેથી તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરોએ તેમના મેન્યુકાર્ડ અથવા નોટિસ બોર્ડ પર ગ્રાહકો જોઈ શકે તે રીતે સ્પષ્ટપણે દર્શાવવું પડશે કે તેઓ વાનગીમાં અસલી 'પનીર' વાપરે છે કે 'Analogue'. દૂધના બદલે વેજીટેબલ ફેટ કે સ્ટાર્ચમાંથી બનતા ઉત્પાદનોને પનીર તરીકે વેચવા તે કાયદેસર ગુનો છે. ગ્રાહકોમાં કોઈ પણ પ્રકારની ગેરસમજ ન થાય તે માટે લેબલ પર ઘટકો, ગુણવત્તા અને પ્રકૃતિની સાચી માહિતી આપવી અનિવાર્ય રહેશે.કાયદાકીય જોગવાઈઓ અને દંડની ચીમકીખાદ્ય સુરક્ષા અને સલામતી અધિનિયમ 2006ની વિવિધ કલમો જેવી કે 23, 24, 26, 27, 50, 51, 53 અને 59 તેમજ FSS રેગ્યુલેશન 2011 અને 2018 મુજબ આ નિયમોનું પાલન કરવું દરેક એકમ માટે ફરજિયાત છે. જો કોઈ એકમ ખોટી માહિતી આપશે અથવા ગ્રાહકોને ભ્રમિત કરશે, તો તેને ભ્રામક વેપાર પ્રથા ગણી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ચેકિંગ હાથ ધરાશેઆ નવી જોગવાઈઓના અમલીકરણ માટે ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં નિયમિત નિરીક્ષણ, ચકાસણી અને સેમ્પલિંગની કામગીરી કરવામાં આવશે. તંત્ર દ્વારા ગ્રાહકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ ખાદ્ય પદાર્થ ખરીદતી વખતે લેબલની માહિતી ધ્યાનપૂર્વક વાંચે અને જો કોઈ શંકાસ્પદ બાબત જણાય તો તાત્કાલિક નજીકની ખાદ્ય સુરક્ષા કચેરીનો સંપર્ક કરે.#MorbiUpdate #FoodSafety #GujaratGovernment #PaneerVsAnalogue #PublicAwareness #HealthAlert #FoodAndDrugControl