ઘુંટુ પ્લોટ વિસ્તાર અને લોહાણાપરા શેરી 2 માં આગના બનાવો બનતા ફાયર ટીમ તાત્કાલિક દોડી ગઈમોરબી : આજરોજ મોરબીમાં ગરમીના કારણે 2 અલગ-અલગ જગ્યાએ કચરામાં આગ લાગવાના બનાવો સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રથમ બનાવ ઘુંટુ પ્લોટ વિસ્તારમાં બન્યો હતો, જ્યારે બીજો બનાવ લોહાણાપરા શેરી 2 માં બન્યો હતો.આ બંને સ્થળોએ કચરામાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક બંને સ્થળો પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતર્કતા દાખવીને પાણીનો મારો ચલાવ્યો હતો અને ગણતરીની મિનિટોમાં જ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો હતો. સમયસર આગ પર કાબુ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી અને આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.#Morbi #MorbiUpdate #FireIncident #MorbiFire #MorbiNews #SummerHeat #GujaratNews