મોરબી : મોરબી અને હળવદને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર ફરી એકવાર માલવાહક ટ્રકોના કારણે અન્ય વાહનચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે. કપચી ભરેલા ટ્રકોમાંથી માર્ગ પર ઠેર-ઠેર કપચી ઢોળાઈ રહી હોવાથી પાછળ આવતા નાના વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી-હળવદ હાઇવે પર દોડતા કપચી ભરેલા ટ્રકોમાં મોટાભાગે યોગ્ય કવરિંગ હોતું નથી. ટ્રકના ડાલામાંથી કપચી બહાર આવીને રસ્તા પર પથરાઈ જાય છે. આનાથી પાછળથી આવતા વાહનો પર કપચી ઉછળે છે. કાર ચાલકોએ જણાવ્યું હતું કે, રસ્તા પર ઉડતી કપચીને કારણે તેમની કારના આગળના અને બાજુના કાચ તૂટી રહ્યા છે, જે આર્થિક નુકસાન તો કરાવે જ છે, સાથે સાથે ડ્રાઈવરનું ધ્યાન ભંગ થવાથી અકસ્માતનો ભય પણ રહે છે.વાહનચાલકોએ આ અંગે અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ તંત્ર તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ટ્રકો ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરીને દોડી રહ્યા છે. પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા આવા ટ્રકો પર કડક તપાસ કરવામાં આવે અને જરૂરી નિયમોનું પાલન કરાવવામાં આવે તેવી વાહનચાલકોની જોરદાર માંગણી છે.#morbi #halvad #dumper #truck #morbiupdate