વર્ષ 2021ના કેસમાં ટંકારા કોર્ટનો મહત્વનો ચુકાદો : રૂ.10 હજારનું વળતર ચૂકવવાનો પણ આદેશટંકારા : ટંકારના મિતાણા ગામના જયદીપ બાબુભાઇ બસીયાએ પ્રભુનગર (મિતાણા)ના દિલીપ રામજીભાઈ ભાગિયાને મિતાણા ગામ પાસે આવેલ ઈશ્વરીકૃપા હોટેલે માર મારી ગાળો આપી ધમકીઓ આપેલ હતી જે બાબતે ફરિયાદીએ વિગતવારની ફરિયાદ ટંકારા પો.સ્ટે.માં કરતાં તપાશ પૂર્ણ થતાં આરોપી વિરુદ્ધ ટંકારની કોર્ટમાં કેસ થયેલ કેસ ચાલી જતા કોર્ટે આરોપી જયદીપને એક વર્ષની સજા ઉપરાંત રૂ. 10 હજારનો દંડ અને તે ચૂકવવામાં કસુર કરે તો વધુ ત્રણ માસની સજા ફરમાવતો હુકમ કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર કેસની હકીકત જોઈએ તો મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના પ્રભુનગર(મિતાણા) ગામના રહીશ દિલીપ રામજીભાઈ ભાગીયાએ તેના જ ગામના જયદીપ બાબુભાઈ બસીયા ઉપર તા.૧૯/૦૩/૨૦૨૧ ના રોજ એવી ફરીયાદ આપેલ કે, આરોપી જયદીપ બાબુભાઈ બસિયાએ મીતાણાની ઈશ્વરી કૃપા હોટલે ફરિયાદીને તું કેમ મારા વિશે બધે વાતો કરે છે તેમ કહી ફરિયાદીને ભૂંડા બોલી ગાળો આપી લાકડાના બડીકા વડે વાસાના ભાગે માર મારી ઇ પી કો કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૫૦૭ તથા જી.પી. એક્ટ કલમ ૩૪(૧), ૧૩૫ મુજબનો ગુનો કરેલ હતો. જેની ફરિયાદીએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ બાદ તપાસ કરનાર અમલદાર દ્વારા નામદાર અદાલતમા ચાર્જશીટ રજૂ કરતાં સમગ્ર કેસ ચાલી જતાં અદાલતનું એવું માનવું છે કે, ફરિયાદીએ પોતાની ફરિયાદને સંપૂર્ણ સમર્થન આપેલ છે, અને આરોપી પક્ષ દ્વારા ઉલટ તપાસમાં આરોપીને મદદરૂપ થાય અને ફરિયાદીના કેસમાં શંકા ઉત્પન્ન થાય એવી કોઈ મહત્વની હકીકત લાવી શકેલ નથી તથા સમગ્ર કેસના અન્ય સાક્ષીઓ પણ ફરિયાદીના કેસને સંપૂર્ણ સમર્થન આપતા હોય અને ફરિયાદપક્ષે રજૂ રાખેલ પુરાવા જોતાં આરોપીએ ઇજા પામનારને સ્વેછાપૂર્વક ઇજા પહોચાડેલના તત્વો નિઃશંકપણે પુરવાર થાય છે. વધુમાં, આરોપી જયદીપ બસિયાને અગાઉ ક્રી.કેસ નં. ૨૪૮/૨૧ ના કામે ઇ પી કો કલમ ૩૨૩ તથા ૫૦૬(૨)ના ગુનામાં તકસીરવાન ઠરાવવામાં આવેલ છે તે હકીકતોની જ્યુડિશિયલ નોંધ લઈ એવું ઠેરવેલ કે જો આવા કેસોમાં નમ્ર વલણ દાખવવામાં આવે તો તેની ઉંડી અને ગંભીર અસર સમાજમાં પડે તેમ છે જ્યારે ફરિયાદ પક્ષે પોતાની ફરિયાદ મુજબનો ગુનો સાબિત કરેલ હોય તેવા સંજોગોમાં પણ આરોપી વિરુદ્ધ નમ્ર વલણ રાખવું વ્યાજબી જણાઈ આવતું નથી અને આરોપીએ ક્ષણિક આવેગમાં આવીને ગુનો કરેલ નથી પરંતુ તબ્બકાવાર રીતે સમજી વિચારીને ગુનો કરેલ છે તેથી આવા સંજોગોમાં જો આરોપીને સજા કરવામાં ન આવે અને ફરિયાદીને યોગ્ય વળતર ચૂકવવામાં ન આવે તો ફરિયાદપક્ષ સાથે અન્યાય થસે અને ન્યાયનો હેતુ માર્યો જશે તેવું માની આરોપી જયદીપ બસીયાને વધુ એક કેસમાં એક વર્ષની સાદી કેદની સજા ફરમાવતો તથા ફરિયાદીને વળતર પેટે રૂ. ૧૦,૦૦૦/- દિન-૬૦ માં ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવાનો ચુકાદો જાહેર કરેલ છે.આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. એસ.બી.સોલંકી તથા એ. એન. પટેલ મૂળ ફરિયાદી દિલીપ રામજીભાઈ ભાગીયા વતી એડવોકેટ પાર્થ સંઘાણી, મંથન વિરડીયા, જોશનાબેન ચૌહાણ તથા મદદમાં કેયુર સંઘાણી, રોકાયેલ હતા.