ખુલ્લા ટ્રેકટરમાં ચાલુ હરાજીએ વરસાદ આવતા હરાજી અટકાવવી પડીમોરબી: મોરબી પંથકમાં આજે આવેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો અને વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. આજે અચાનક આવેલા કમોસમી વરસાદને કારણે મોરબી માર્કેટિંગ યાર્ડમાં ભાગાભાગીના દ્રશ્યો સર્જાયા હતા. અગાઉ નક્કી કર્યા મુજબ જ્યાં ટ્રેક્ટર ઊભા હોય ત્યાં જ હરાજી કરવાની હતી, પરંતુ ચાલુ હરાજીએ વરસાદ પડતાં તાત્કાલિક અસરથી હરાજી બંધ કરવી પડી હતી.વરસાદની સ્થિતિ અને આગાહીને ધ્યાનમાં રાખીને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-મોરબી દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. યાર્ડમાં ઘઉંની આવક ખુલ્લા શેડમાં થતી હોવાથી તારીખ 3/4/2026 થી ઘઉંની આવક સદંતર બંધ કરવામાં આવી છે. જ્યાં સુધી યાર્ડ દ્વારા નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ખેડૂતોએ ઘઉં યાર્ડમાં લાવવા નહીં.આ ઉપરાંત અન્ય જણસીઓ માટે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, શેડમાં જ્યાં સુધી જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે. યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા તમામ એજન્ટો, વેપારીઓ અને ખેડૂતોને ખાસ સૂચના આપવામાં આવી છે કે ખેડૂતોએ માલ પલળે નહીં તે માટે પોતાનું વાહન ફરજિયાતપણે તાલપત્રીથી ઢાંકીને જ લાવવું.#Morbi #MorbiUpdate #APMCMorbi #MarketingYard #Farmers #UnseasonalRain #MorbiNews #Gujarat #Agriculture