મોરબીમાં 25 નવા સબ સ્ટેશન અને 551 કિમીની લાઈનનું નેટવર્ક ઉભું કરવામાં મહત્વનું યોગદાન આપનાર અધિકારીને ચોમેરથી શુભેચ્છાઓમોરબી : મોરબીમાં વર્ષ 2018 થી 2026 સુધી પ્રોજેક્ટ સબ ડિવિઝન ખાતે નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર એમ. વિરમગામાને જેટકો મેનેજમેન્ટ દ્વારા કાર્યપાલક ઇજનેર (EE) તરીકે બઢતી આપવામાં આવી છે. બઢતી સાથે તેઓની બદલી ધ્રાંગધ્રા ખાતે કરવામાં આવી છે. એક બાહોશ અધિકારી તરીકેની છાપ ધરાવતા વિરમગામાને પ્રમોશન મળતા જ સહકર્મચારીઓ અને મિત્ર વર્તુળ તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.જીતેન્દ્ર એમ. વિરમગામાએ મોરબી જિલ્લામાં ડેપ્યુટી એન્જિનિયર તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રશંસનીય કામગીરી કરી છે. તેમણે જિલ્લામાં 400 KV, 220 KV, 132 KV અને 66 KV ના કુલ 25 જેટલા નવા સબ સ્ટેશન તથા 551 કિમી લાંબી નવી લાઈનનું નેટવર્ક ઉભું કરવામાં પાયાની ભૂમિકા ભજવી છે. પ્રોજેક્ટ કામગીરીમાં તેમના ઉમદા યોગદાનને કારણે મોરબીના વીજ માળખાને મોટી મજબૂતી મળી છે.કર્મચારીઓ અને અધિકારીઓ બદલાતા રહે પરંતુ સકારાત્મક અભિગમ સાથે મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલા લક્ષ્યાંકોને કુનેહપૂર્વક પૂર્ણ કરનાર જીતેન્દ્ર એમ. વિરમગામાને જેટકો પરિવાર અને મોરબીના વિવિધ અગ્રણીઓ દ્વારા ઉજ્જવળ ભવિષ્ય માટે અઢળક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.#Morbi #JETCO #Promotion #MorbiUpdate #Dhrangadhra #GujaratEnergy #ElectricityProject