સંગઠનના હોદેદારો, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો, પૂર્વ કાઉન્સિલરો અને યુવાઓ સહિતના નોંધાવી રહ્યા છે દાવેદારીમોરબી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત મોરબીમાં ભાજપ દ્વારા બે દિવસ દરમિયાન જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે મોરબી મહાપાલિકા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં વોર્ડ વાઇઝ અંદાજે 30થી 35 દાવેદારો આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. શક્ત શનાળા સ્થિત કમલમ્ ખાતે આજે ત્રીજા દિવસે મોરબી મહાનગરપાલિકાના 13 વોર્ડ માટે દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં સંગઠનના હોદ્દેદારો, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો, યુવાઓ અને પૂર્વ કાઉન્સિલરો સહિતના લોકો મોટી સંખ્યામાં પોતાની દાવેદારી નોંધાવવા ઉમટી રહ્યા છે.મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે મહાનગરપાલિકાની સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષકો તરીકે અમિત શાહ (અમદાવાદના ધારાસભ્ય), રુચિર ભટ્ટ (ગાંધીનગરના પૂર્વ પ્રમુખ) અને પુષ્પાબેન મિસ્ત્રી (મહિલા મોરચાના પૂર્વ પ્રદેશ કારોબારી સભ્ય) ઉપસ્થિત રહ્યા છે અને દાવેદારોને સાંભળી રહ્યા છે.તેમણે ઉમેર્યું હતું કે અત્યાર સુધીમાં 2 વોર્ડની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને સરેરાશ 1 વોર્ડ દીઠ 30 થી 35 જેટલા ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે. સવારના 10 વાગ્યાથી શરૂ થયેલી આ પ્રક્રિયા સાંજ સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે સેન્સ પ્રક્રિયા સવારે 10:00 વાગ્યાથી શરૂ થઈ હતી. સવારે 10:00 થી 11:00 વાગ્યા સુધી વોર્ડ નંબર 1 અને 2 ના ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા. ત્યારબાદ સવારે 11:00 થી 12:00 વાગ્યા દરમિયાન વોર્ડ નંબર 3 અને 4 ના ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતાં. બપોરે 12:00 થી 01:00 વાગ્યા સુધી વોર્ડ નંબર 5 અને 6 માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બપોરે 01:00 થી 02:00 વાગ્યા સુધી ભોજન વિરામ રાખવામાં આવ્યો છે.ભોજન વિરામ બાદ બપોરે 02:00 વાગ્યે પ્રક્રિયા ફરી શરૂ થશે. જેમાં બપોરે 02:00 થી 03:00 વાગ્યા દરમિયાન વોર્ડ નંબર 7 અને 8 ના ઉમેદવારોને સાંભળવામાં આવશે. બપોરે 03:00 થી 04:00 વાગ્યા સુધી વોર્ડ નંબર 9 અને 10 માટે, તેમજ સાંજે 04:00 થી 05:00 વાગ્યા સુધી વોર્ડ નંબર 11 અને 12 માટે સેન્સ પ્રક્રિયા ચાલશે. અંતમાં સાંજે 05:00 થી 06:00 વાગ્યા સુધી વોર્ડ નંબર 13 ના ઉમેદવારોને સાંભળવામાં આવશે.#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #MorbiBJP #Election2026 #SenseProcess #GujaratPolitics