વિવિધ સંગઠનોની રજૂઆતો અને આંદોલનોને પગલે લેવાયો નિર્ણય: સક્ષમ અધિકારીની મંજૂરી વિના સભા કે સરઘસ કાઢી શકાશે નહીંમોરબી : મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં વિવિધ સરકારી કર્મચારીઓના સંગઠનો, સામાજિક સંગઠનો અને રાજકીય પક્ષો દ્વારા પડતર પ્રશ્નો અને માંગણીઓ સંદર્ભે ચાલી રહેલી રજૂઆતોને ધ્યાને રાખી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.30 એપ્રિલ સુધી પ્રતિબંધ અમલી રહેશેજાહેરનામામાં જણાવ્યા અનુસાર, મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તારીખ 30/04/2026 સુધી સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે 4 કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત કોઈપણ પ્રકારની સભા ભરવા કે સરઘસ કાઢવા ઉપર પણ મનાઈ ફરમાવવામાં આવી છે.કોને મળશે જાહેરનામામાંથી મુક્તિ ?જોકે, આ જાહેરનામામાંથી અમુક ચોક્કસ કિસ્સાઓમાં મુક્તિ આપવામાં આવી છે: • સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિ કે સંસ્થા. • ફરજ ઉપર હોય તેવા હોમગાર્ડ કે સુરક્ષા કર્મીઓ. • લગ્નના વરઘોડા અને સ્મશાન યાત્રા. • સરકારી નોકરી કે રોજગારમાં હોય તેવી વ્યક્તિઓ. • સરકારના વિવિધ વિભાગો કે બોર્ડ-નિગમ દ્વારા આયોજિત સત્તાવાર કાર્યક્રમો.તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #PublicOrder #Notification #MorbiNews #Administration #LawAndOrder #BreakingNews