મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શનાળા રોડ પર શંકાસ્પદ હાલતમાં મોટર સાયકલ નંબર જીજે - 36 - પી - 7997 લઈને નીકળેલા આરોપી કૈલાસભાઈ ભુરજીભાઈ પરમાર ઉ.30 રહે.ભેખડની વાડી, રવાપર ગામ પાછળ મોરબી વાળાને અટકાવી તલાશી લેતા આરોપીના નેફામાંથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1107 મળી આવતા પોલીસે 20 હજારની કિંમતના યામાહા ફસીનો મોટર સાયકલ સહિત રૂ.21,107નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.