જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ : આજે મોરબી મહાપાલિકા માટે સેન્સ લેવાની કામગીરી શરૂમોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 2 દિવસથી ચાલી રહેલી સેન્સ પ્રક્રિયામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા માટે કુલ 580 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે.આજે મોરબી મહાપાલિકા માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં નિરીક્ષક તરીકે અમદાવાદના ધારાસભ્ય અમિતભાઈ શાહ, ગાંધીનગરના પૂર્વ પ્રમુખ રુચિરભાઈ ભટ્ટ અને મહિલા મોરચાના પૂર્વ પ્રદેશ કારોબારી સભ્ય પુષ્પાબેન મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા છે. અત્યાર સુધીમાં 2 વોર્ડની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેમાં સરેરાશ 30 થી 32 જેટલા દાવેદારો આવ્યા છે અને આ પ્રક્રિયા સાંજ સુધી ચાલશે.જયંતીભાઈ રાજકોટિયાએ ભાજપની નવી SOP વિશે માહિતી આપતા સ્પષ્ટ કર્યું હતું કે આ વખતે 60 વર્ષથી ઉપરના કોઈપણ કાર્યકરને ટિકિટ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત, એક ને એક પદ પર 3 વખત ચૂંટાયેલા હોય તેમને અને એક જ પરિવારમાંથી આવતા સભ્યોને પણ ટિકિટ ફાળવવામાં આવશે નહીં. આ નિયમોને આધારે 60 વર્ષથી નીચેના દાવેદારોને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. ઉમેદવારોના નામની જાહેરાત આગામી અઠવાડિયે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળ્યા બાદ કરવામાં આવશે.મોરબી જિલ્લામાં નોંધાયેલ કુલ 580 દાવેદારોની વિગત નીચે મુજબ છે:● ટંકારા નગરપાલિકા - 35● માળિયા જી. પંચાયત - 31● માળિયા તા. પંચાયત - 47● મોરબી તા. પંચાયત - 55● વાંકાનેર નગરપાલિકા - 98● હળવદ જીલ્લા પંચાયત - 37● હળવદ તાલુકા પંચાયત - 71● મોરબી જીલ્લા પંચાયત - 28● ટંકારા જીલ્લા પંચાયત - 11● વાંકાનેર જીલ્લા પંચાયત - 44● ટંકારા તાલુકા પંચાયત - 40● વાંકાનેર તાલુકા પંચાયત - 83#MorbiUpdate #Morbi #BJP #GujaratPolitics #LocalBodyElections #MorbiNews #SenseProcess #BJPGujarat