ગામે શિક્ષણ ક્ષેત્રે મારી લાંબી છલાંગ: હનુમાન જયંતીના અવસરે તમામ તબીબોને ગ્રામજનોએ બિરદાવ્યામોરબી : મોરબી તાલુકાના રામરાજનગર-બહાદુરગઢ ગામે આજે હનુમાન જયંતીના પવિત્ર અવસરે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના આધુનિક યુગમાં પણ શિક્ષણનું મહત્વ સમજીને આ નાનકડા ગામે તબીબી ક્ષેત્રે જે સિદ્ધિ મેળવી છે તેની ઉજવણી કરવામાં આવી હતી.ગામનું ગૌરવ: 450ની વસ્તી અને 19 ડોક્ટરોરામરાજનગર-બહાદુરગઢ ગામની કુલ વસ્તી અંદાજે 450 જેટલી છે. આટલી નાની વસ્તી ધરાવતા ગામમાંથી અત્યાર સુધીમાં કુલ 19 જેટલા તેજસ્વી યુવાનો ડોક્ટર બનીને ગામનું નામ રોશન કરી રહ્યા છે. આ અદભૂત સિદ્ધિ બદલ આજે હનુમાનજીના સાનિધ્યમાં ગામના વડીલો અને ગ્રામજનો દ્વારા તમામ ડોક્ટરોનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.વિવિધ વિદ્યાશાખાના ડોક્ટરોનો સમાવેશગામના ડોક્ટરોની યાદી પર નજર કરીએ તો તેમાં MS-1, MD-3, MBBS-8, BHMS- 2, BDS- 1, BPT-3, BAMS- 1 મળી કુલ 19 ડોક્ટરો છે.આ અંગે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં ગામના દેવેન્દ્રભાઈ ભોજાણીએ જણાવ્યું હતું કે, આજરોજ યોજાયેલા આ કાર્યક્રમમાં ગામના કુલ 19 ડોક્ટરોનું સન્માન કરાયું હતું. જેમાં 8 યુવક અને 11 યુવતીઓનો સમાવેશ થાય છે. ગામમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું હોવા અંગે તેમણે વાત કરી હતી કે વર્ષો પહેલા ગામમાં સ્કૂલ હતી પરંતુ ગામ નાનું હોવાથી ઘણા વર્ષોથી સ્કૂલ બંધ થઈ ગઈ છે જેથી ગામના વિદ્યાર્થીઓ મોરબી શહેરમાં અભ્યાસ કરીને આગળ વધ્યા છે. આ તમામ ડોક્ટરો મોરબીમાં જ રહીને પોતાનો વ્યવસાય અથવા નોકરી કરી રહ્યા છે. તમામ ડોક્ટરો સામાન્ય પરિવારમાંથી આવે છે. ગામના ઘણાં યુવાનો એન્જિનિયર અને સરકારી નોકરીઓમાં પણ જોડાયેલા છે.આ કાર્યક્રમમાં ગામના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, અમારા ગામના સંતાનો ડોક્ટર બનીને સમાજની સેવા કરી રહ્યા છે તે અમારા માટે ગૌરવની વાત છે અને આજના સન્માનથી અન્ય વિદ્યાર્થીઓને પણ આગળ વધવાની પ્રેરણા મળશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સુરેશભાઈ રાજપરા, દેવેન્દ્રભાઈ ભોજાણી, કમલેશભાઈ ગોધાવીયા સહિતનાની ટીમે જહેમત ઉઠાવી હતી.#Morbi #Lakshminagar #Education #Doctor #Achievement #HanumanJayanti #MorbiUpdate #Inspiration