મોરબી : મોરબીમાં ચુવાળીયા ઠાકોર સમાજ દ્વારા આયોજિત સંત વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રા દરમિયાન ભક્તિ સાથે સેવાનો સંગમ જોવા મળ્યો હતો. આ શોભાયાત્રામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોએ સેવાકીય પ્રવૃત્તિ કરી માનવતા મહેકાવી હતી.શ્રદ્ધાળુઓ માટે ઠંડા પીણાની વ્યવસ્થામોરબી શહેર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા શોભાયાત્રાના રૂટ પર ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીને ધ્યાને રાખીને કાર્યકરો દ્વારા શ્રદ્ધાળુઓ માટે પીણાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકોએ આ સેવાનો લાભ લીધો હતો. આ આયોજનથી સમાજમાં એકતા અને સેવાભાવનાનો સંદેશ ફેલાયો હતો.આયોજકોની જહેમતઆ સેવાકીય પ્રવૃત્તિને સફળ બનાવવા માટે મુખ્ય આયોજક રાજુભાઈ ચાઈનીઝ તથા મોરબી શહેર ઉપપ્રમુખ મનીષભાઈ ઠાકોર સહિતના અગ્રણીઓ અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. શોભાયાત્રામાં જોડાયેલા ભાવિકોએ ઠાકોર સેનાની આ કામગીરીને બિરદાવી હતી.#Morbi #MorbiUpdate #SaintVelnathBapu #Shobhayatra #ThakorSena #SocialService #MorbiNews #GujaratNews