મોરબી : મોરબી SOG સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના બી-પાર્ટ ગુ.ર.નં. 532/2026 અને NDPS ની કલમ-8(c), 20(b), 29 મુજબના ગુનામાં પકડવા પરના બાકી આરોપીને શોધી કાઢ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ 45 વર્ષીય અજયભાઇ રાયસિંહ પરમાર તરીકે થઈ છે. આરોપી ખેતમજૂરીનો વ્યવસાય કરે છે અને તે મોરબીના ભડિયાદ વિસ્તારમાં રવિ કારખાનાની બાજુમાં, કોમલ કારખાના પાસે આવેલી યોગેશભાઇ સુંદરજીભાઇની વાડીમાં રહે છે. SOG ટીમે આ આરોપીને શોધી કાઢીને તેના વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiPolice #SOGMorbi #GujaratPolice #NDPS #CrimeNews #Bhadiyad