ગુજરાતભરમાંથી ભટ્ટ પરિવારના સભ્યોએ દર્શન અને પ્રસાદનો લાભ લીધોમોરબી: મોરબી નજીક આવેલા મોડપર ગામે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે ઇષ્ટદેવ હનુમાન દાદાના મંદિરે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે યોજાયેલા યજ્ઞમાં મુખ્ય યજમાન તરીકે ધાંગધ્રા નિવાસી નિર્મળભાઇ મધુસૂદનભાઈ ભટ્ટ અને તેમના પરિવારે જોડાઈને આહુતિ આપી હતી. યજ્ઞની તમામ ધાર્મિક વિધિ શાસ્ત્રી તેજશભાઇ ભટ્ટ અને તેમની સાથે આવેલા ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરાવવામાં આવી હતી.આ ધાર્મિક પ્રસંગે મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસતા ભટ્ટ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે બળવંતભાઈ એલ. ભટ્ટ અને જે.પી. ભટ્ટ સહિતની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.#Morbi #Modpar #HanumanJayanti #Yagna #BhattParivar #ReligiousNews #MorbiUpdate