મોરબી : નાની વાવડી ગામમાં આવેલ ભગવતી પાર્ક સોસાયટીના રહીશો દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજે ચૈત્ર સુદ પુનમ, તારીખ ૨-૦૪-૨૦૨૬ ને ગુરુવારના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.સંકટ મોચન હનુમાન મંદિર, ભગવતીપાર્ક સોસાયટી ખાતે યોજાનાર આ મહોત્સવમાં સવારે ૭:૦૦ કલાકે ૧૦૮ હનુમાન ચાલીસા પાઠ યજ્ઞથી કાર્યક્રમની શરૂઆત થશે. ત્યારબાદ બપોરે ૧૨:૦૦ કલાકે મધ્યાહન આરતી યોજાશે. સાંજના કાર્યક્રમોમાં ૬:૩૦ કલાકે મહા પ્રસાદ અને ૬:૪૫ કલાકે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત રાત્રે ૯:૦૦ કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ પણ યોજાશે. આ પાવન અવસરે સંકટમોચન હનુમાન મંદિર મંડળ અને સમસ્ત ભગવતી પાર્ક સોસાયટી, નાની વાવડી દ્વારા તમામ ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોને ઉત્સવમાં સહકુટુંબ પધારવા અને દર્શન-પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #NaniVavdi #HanumanJanmotsav #MorbiNews #ReligiousEvent