લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાની રાવ સાથે ફૂડ અને ડ્રગ વિભાગને પણ સઘન તપાસ કરવા કરાઈ માંગમોરબી : મોરબીમાં નકલી દૂધ તથા નકલી પનીરે પગપેસારો કર્યો હોવાની અને તેનાથી જનતાના આરોગ્યને નુકસાન થઈ રહ્યું હોવાની ગંભીર બાબત સામે આવી છે. આ અંગે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા તારીખ 2/4/2026 ના રોજ પાલિકા કમિશનરને લખાયેલા પત્રમાં જણાવાયું છે કે, મહાનગરપાલિકાની ટીમ અને ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા અને લોકોની તંદુરસ્તી જાળવવા હાલમાં સારી કામગીરી થઈ રહી છે, જે બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે. પરંતુ સાથે-સાથે મોરબીમાં નકલી દૂધ તથા પનીરનો મોટો કારોબાર ચાલી રહ્યો હોવાના પણ સમાચાર છે.રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, દૂધનો વપરાશ માણસના રોજિંદા જીવનમાં વણાયેલો છે અને દર્દીઓને પણ દૂધ આપવું આવશ્યક હોય છે. હાલમાં મળી રહેલી અનેક ફરિયાદોને ધ્યાને લઈ મોરબીમાં વેચાતા નકલી દૂધ, નકલી પનીર તથા ભેળસેળવાળા દૂધની સઘન તપાસ કરવી ખૂબ જરૂરી બની છે. ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આ ગંભીર બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #FakeMilk #FoodAdulteration #ConsumerProtection #MorbiNews #MorbiMunicipalCorporation