મહાકાય કેક કાપી જન્મોત્સવ ઉજવાયો: કાર્યક્રમમાં 'છોટા હનુમાન' આકર્ષણનું કેન્દ્ર બન્યામોરબી : મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલી પ્રકૃતિ સોસાયટી ખાતે હનુમાન જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે સોસાયટીના રહીશો દ્વારા ભક્તિભાવ પૂર્વક દાદાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમની વિગત મુજબ, સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ રાત્રે સંતવાણીના કાર્યક્રમ સાથે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો. આ પ્રસંગે મંદિરના પૂજારી દ્વારા દાતાઓ અને મંદિરમાં સેવા આપનાર કર્મવીરોનું હનુમાનજીની છબી આપી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન વિધિ દરમિયાન ખુદ 'છોટા હનુમાન' છબી અને ભેટ સ્વીકારવા આવતા ઉપસ્થિતોમાં રમુજનું વાતાવરણ ફેલાયું હતું. હનુમાન જયંતિ નિમિત્તે મહાકાય કેક કાપીને સૌએ સાથે મળીને હર્ષોલ્લાસ સાથે જન્મોત્સવ મનાવ્યો હતો.#Morbi #Mahendranagar #HanumanJayanti #Celebration #Bhajan #Santvani #MorbiUpdate