સંવિધાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંગીત સંધ્યા અને મહાપુરુષોની જીવન સંઘર્ષ ગાથાનું આયોજન: ખ્યાતનામ કલાકારો જમાવશે સૂરની રમઝટમોરબી : મોરબીમાં સામાજિક ક્રાંતિના પ્રણેતા એવા ડો. બાબાસાહેબ આંબેડકર અને મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મજયંતીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. સંવિધાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ-મોરબી દ્વારા આગામી 11-04-2026 ને શનિવારના રોજ 'યુગપુરુષ વંદના' શીર્ષક હેઠળ સંગીત સંધ્યા અને મહાત્માઓના જીવન સંઘર્ષની ગાથાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.જાણીતા કલાકારો પીરસશે સંગીત પીરસશેઆ સંગીત સંધ્યામાં ગુજરાતના નામાંકિત કલાકારો પોતાની કળા રજૂ કરશે. જેમાં સુરતના પ્રદીપભાઈ સોલંકી, જૂનાગઢના બિંદીયાબેન સોલંકી, કચ્છના નીલયરાજ અને મોરબીના કમલેશભાઈ પુરબીયા તથા સાજિંદા ગ્રુપ સંગીતના સૂર રેલાવશે. આ કાર્યક્રમમાં ભજન અને ગીતોના માધ્યમથી મહાન વિભૂતિઓને સ્વરાંજલિ અર્પણ કરવામાં આવશે.કાર્યક્રમની વિગત • તારીખ: 11-04-2026, શનિવાર • સમય: રાત્રે 9:30 કલાકે • સ્થળ: તથાગત બુદ્ધ કોમ્યુનિટી હોલ, ભડિયાદ કાંઠે, ભડિયાદ રોડ, મોરબી-2સંવિધાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સંગીત સંધ્યામાં બહોળી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રહેવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે મોબાઈલ નંબર 9512 140491 પર સંપર્ક કરી શકાશે.#Morbi #MorbiUpdate #MusicEvent #AmbedkarJayanti #JyotibaPhuleJayanti #YugpurushVandana #MorbiNews #GujaratEvents