નિત્ય સ્વરૂપદાસજી સ્વામી દ્વારા આયોજિત મહોત્સવમાં અમિત સોલંકી જાદુના પ્રયોગો રજૂ કરશેમોરબી : મોરબીમાં નિત્ય સ્વરૂપદાસજી સ્વામી દ્વારા આયોજિત સ્વામિનારાયણ મહોત્સવ અંતર્ગત આજે રાત્રે વિવિધ ભવ્ય કાર્યક્રમો યોજાનાર છે. જેમાં રવાપર ઘૂનડા રોડ પર આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે રાત્રે 10 વાગ્યે અમિત સોલંકીનો મેજિક શો યોજાશે.આ મહોત્સવમાં મેજિક શોની સાથે હનુમાનજી મહારાજના અભિષેક દર્શન તેમજ અન્નકૂટ મહોત્સવનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ ધાર્મિક અને મનોરંજનના કાર્યક્રમોનો લાભ લેવા માટે આયોજકો દ્વારા દરેક ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #SwaminarayanMahotsav #MagicShow #Annkut #RavaparRoad