જડેશ્વર ચોકથી શરૂ થયેલી યાત્રા નહેરૂ ગેઇટ ચોક થઈને કોળી સમાજની બોર્ડિંગ ખાતે સંપન્ન થશે, મહાપ્રસાદનું પણ આયોજનમોરબી : મોરબીમાં કોળી સમાજ દ્વારા વેલનાથ બાપુની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં સૌરાષ્ટ્ર ભરના કોળી સમાજના આગેવાનો જોડાયા હતા. આ શોભાયાત્રામાં શણગારેલા વિવિધ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.કોળી સમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલા, ધર્મેન્દ્રભાઈ ગણેશિયા, અમિતભાઈ મગેચાણિયા તથા સમાજના અન્ય આગેવાનોએ સાથે મળીને આ યાત્રાનું આયોજન કર્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ શોભાયાત્રા મોરબી શહેરમાં ફરી હતી. આ યાત્રા જડેશ્વર ચોકથી શરૂ થઈ, નહેરૂ ગેઇટ ચોક અને બાપુના બાવલે થઈને કોળી સમાજની બોર્ડિંગ ખાતે પહોંચીને વિસર્જન પામી હતી. શોભાયાત્રાની પૂર્ણાહુતિ બાદ કોળી સમાજની બોર્ડિંગ ખાતે ભવ્ય મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું .#Morbi #MorbiUpdate #VelanathBapu #KoliSamaj #Shobhayatra #MorbiNews