ફાટકવાળા હનુમાન દાદા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈમોરબી : મોરબીના મકનસર વિસ્તારમાં આવેલ ગોકુલનગર ફાટકવાળા હનુમાનજી દાદાના મંદિરે હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાટકવાળા હનુમાન દાદા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દાદાનો જન્મોત્સવ ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો.આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભકતો જોડાયા હતા. કેસરી ધ્વજ અને દાદાના જયઘોષ સાથે નીકળેલી આ યાત્રામાં યુવાનો અને ગ્રુપના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દાદાના દર્શન કરી સૌએ ધન્યતા અનુભવી હતી.#Morbi #Makansar #HanumanJayanti #Shobhayatra #Gokulnagar #MorbiUpdate