મોરબી : આજે હનુમાન જયંતીના પાવન અવસરે દેશભરમાં મારુતિ નંદનના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે મોરબી નજીક આવેલું અને માનવ સેવાનો પર્યાય બનેલું સુપ્રસિદ્ધ ખોખરા હનુમાનધામ ભક્તિમય માહોલમાં રંગાયું છે. 100 વર્ષથી વધુ પૌરાણિક ઇતિહાસ ધરાવતા આ ધામમાં આજે રામધૂન અને બટુક ભોજન, સમૂહપ્રસાદ સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.ભક્તિ સાથે સેવાનો સંગમમોરબીના બેલા-રંગપર નજીક આવેલું ખોખરા હનુમાનધામ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ સામાજિક સેવાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ પવિત્ર જગ્યા પર કેશવાનંદ બાપુએ કઠોર આરાધના કરી હતી. હાલમાં મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીની નિશ્રામાં અહીં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જેમાં અનાથ બાળકો માટે 'સ્પેશિયલ હોમ ફોર બોયઝ', વૃદ્ધાશ્રમ, સંસ્કૃત પાઠશાળા અને ગૌશાળાનો સમાવેશ થાય છે. અહીં આવતા પ્રત્યેક શ્રદ્ધાળુ માટે કાયમી અન્નક્ષેત્ર પણ કાર્યરત છે.108 ફૂટ ઊંચી પ્રતિમા આકર્ષણનું કેન્દ્રવર્ષ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મંદિર પરિસરમાં હનુમાનજી મહારાજની 108 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. #MorbiUpdate #KhokharaHanumanDham #HanumanJayanti #MorbiNews #Humanity #Devotion #HanumanStatue #SocialService #GujaratNews #KankeshwariDevi #ReligiousNews