પોલીસે દરોડો પાડતા એક આરોપી નાસી ગયો, અન્ય બે શખ્સના નામ ખુલ્યામોરબી : મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં ઠેક ઠેકાણે દેશી દારૂના હાટડા ખોલી ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે મોરબી તાલુકા પોલીસે ઉંચી માંડલ ગામની સીમમાં આવા જ એક દેશી દારૂના પોઇન્ટ પર દરોડો પાડી એક આરોપીને 96 લીટર દેશી દારૂ સાથે દબોચી લીધો હતો જ્યારે અન્ય એક આરોપી ફરાર થઇ જતા પોલીસે કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઉંચી માંડલ ગામની સીમમાં વનરાવન હનુમાનજી મંદિર જવાના રસ્તે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં દેશી દારૂ વેચનાર આરોપી સતીષ બાબુભાઇ વેસરા રહે.ધરમપુર મોરબી વાળાને દેશી દારૂની 483 કોથળી લીટર 96 કિંમત રૂપિયા 19,200 સાથે ઝડપી લીધો હતો.દરોડા દરમિયાન આરોપી ગૌતમ ઉર્ફે ગટો કાટોડિયા રહે.ઉંચી માંડલ વાળો પોલીસને જોઈ નાસી ગયો હતો.સાથે જ પોલીસે દેશી દારૂ વેચાણ માટે આપનાર આરોપી અજય ઉર્ફે બુદો શામજી ઝંઝવડીયા અને વાલજી ઉર્ફે વાલો શામજી ઝંઝવાડિયા રહે.બન્ને મોરબી વાળાના નામ ખોલાવી ફરાર જાહેર કરી બે મોટર સાયકલ તેમજ એક ફોન સહિત 1,14,200 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.