તાલુકા પોલીસે ચાર ડમ્પર એક હિટાચી સહિત રૂપિયા ૧.૭૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યોવાંકાનેર : એસએમસીમા રહી બુટલેગરો અને ખનીજ માફિયાઓ પર ધોસ બોલાવનાર નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જ આઈજી તરીકે નિમણૂક થતાની સાથે જ મોરબી જિલ્લામાં ખનિજચોરો પર ધોસ બોલાવવાનું શરૂ કર્યું છે ત્યારે બુધવારે રેન્જ આઈજીની સૂચનાથી વાંકાનેર તાલુકા પોલીસે ભેરડા ગામની સીમમાં દરોડો પાડી ગેરકાયદે ખનીજ ચોરી મામલે ચાર ડમ્પર તેમજ એક હિટાચી સહિત ૧.૭૦ કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમમાં ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું હોવાની બાતમીને આધારે ખાણ ખનીજ વિભાગ સાથે રાખી દરોડો પાડતા બનાવ સ્થળેથી અશોક લેલન અને ટાટા કંપનીના ચાર ડમ્પર કિંમત રૂ. ૧.૨૦ કરોડ તેમજ એક હિટાચી એક્સ્કેવેટર મશીન કિંમત રૂ. ૫૦ લાખ કબ્જે કરી ખનીજ ચોરી સબબ કાર્યવાહી કરી હતી.આ સફળ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા, પી.આઈ. બી.વી. પટેલ, પી.એસ.આઈ. ડી.વી. ખાંભલા સહિતના પોલીસ સ્ટાફે કરી હતી.