મોરબી : સમાજસેવાના કાર્યોમાં અગ્રેસર એવી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અભ્યાસ માટે દત્તક લેવાયેલી નર્સિંગ વિદ્યાર્થિનીના શિક્ષણ માટે સતત આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે. સંસ્થા દ્વારા અગાઉ પ્રથમ વર્ષની સંપૂર્ણ ફી ચૂકવવામાં આવી હતી અને હવે બીજા વર્ષના પ્રથમ સેમેસ્ટરની ફી પણ ભરી દેવામાં આવી છે.આ વિદ્યાર્થિનીની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેના અભ્યાસમાં અવરોધ ઊભો થયો હતો, પરંતુ મુસ્કાન વેલફેર સોસાયટીની મદદથી હવે તે વિના વિઘ્ને પોતાનો નર્સિંગનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે. સંસ્થાના આ પગલાથી માત્ર આર્થિક મદદ જ નથી મળી, પરંતુ વિદ્યાર્થિનીના આત્મવિશ્વાસ અને ઉત્સાહમાં પણ વધારો થયો છે.મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યોએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજના વિકાસનો મુખ્ય આધારસ્તંભ છે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરવી એ જ સંસ્થાની પ્રાથમિકતા છે. આગામી સમયમાં પણ આવા સેવાકીય કાર્યો અવિરત ચાલુ રાખવાનો અને અન્ય જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પણ મદદરૂપ થવાનો સંકલ્પ સંસ્થા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MuskanWelfareSociety #EducationSupport #NursingStudent #SocialWork #MorbiNews