મોરબી: હનુમાન જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે મોરબીના નાની વાવડી રોડ પર આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ભીડભંજન મારુતિ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગે ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવશે.આગામી તા. 02-04-2026 ને ગુરુવારના રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે મંદિરે આખો દિવસ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ સાંજે 5:30 કલાકે મહાપ્રસાદ રાખેલ છે. ભીડભંજન હનુમાનજી મંદિર, નાની વાવડી રોડ, બાયપાસ ચોકડી પાસે, ખારીવાડી પ્રાથમિક શાળાની સામે, મોરબી ખાતે યોજાનાર આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહાપ્રસાદ લેવા અને રામધૂનનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમના આયોજન માટે પ્રમુખ માવજીભાઈ પ્રેમજીભાઈ કંજારીયા અને ભીડભંજન મારુતિ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ જહેમત ઉઠાવી રહી છે.#Morbi #MorbiUpdate #HanumanJanmotsav #NaniVavdiRoad #RamDhun #MahaPrasad #ReligiousEvent #HanumanJayanti2026