મોરબી મહાનગરપાલિકા, મોરબી જિલ્લા પંચાયત, વાંકાનેર નગરપાલિકા, માળિયા નગરપાલિકા, ટંકારા નગરપાલિકા અને હળવદ, મોરબી, વાંકાનેર, માળીયા અને ટંકારા તાલુકા પંચાયતોની યોજાશે ચૂંટણીમોરબી : મોરબી સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું રણશિંગુ ફૂંકાઇ ગયું છે. ચૂંટણી પંચે આજે સાંજે ચૂંટણી જાહેર કરતા જ આજથી આચારસંહિતા લાગુ થઈ છે. ૨૬ એપ્રિલે મતદાન અને ૨૮ એપ્રિલે મતગણતરી યોજાનાર છે. મોરબી જિલ્લામાં ચૂંટણી જાહેર થતા જ તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરાતની સાથે જ આજથી એટલે કે તા. ૦૧-૦૪-૨૦૨૬ થી રાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલી બની ગઈ છે. આ ચૂંટણીઓમાં ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે.ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ● ચૂંટણીની જાહેરાત : ૦૧-૦૪-૨૦૨૬ ● જાહેરનામું પ્રસિધ્ધ કરવાની તારીખ : ૦૬-૦૪-૨૦૨૬ ● ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ : ૧૧-૦૪-૨૦૨૬● ઉમેદવારી પત્રોની ચકાસણી : ૧૩-૦૪-૨૦૨૬● ઉમેદવારી ખેંચવાની છેલ્લી તારીખ : ૧૫-૦૪-૨૦૨૬ ● મતદાનની તારીખ (સવારે ૭ થી સાંજે ૬) : ૨૬-૦૪-૨૦૨૬ ● પુનઃ મતદાન (જો જરૂરી હોય તો) : ૨૭-૦૪-૨૦૨૬● મતગણતરીની તારીખ : ૨૮-૦૪-૨૦૨૬● ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ : ૩૦-૦૪-૨૦૨૬મોરબી જિલ્લામાં ક્યાં ક્યાં યોજાશે ચૂંટણી?● મહાનગરપાલિકા: મોરબી.● જિલ્લા પંચાયત : મોરબી● નગરપાલિકાઓ: વાંકાનેર (વર્ગ-B), માળીયા-મિયાણા (વર્ગ-D) અને ટંકારા (વર્ગ-C)● તાલુકા પંચાયતો: હળવદ, મોરબી, વાંકાનેર, માળીયા અને ટંકારાઆચારસંહિતાના કડક નિયમોચૂંટણી પ્રક્રિયા દરમિયાન તા. ૨૮-૦૪-૨૦૨૬ સુધી આચારસંહિતાનો ચુસ્ત અમલ કરવાનો રહેશે. આ દરમિયાન નીચે મુજબના પ્રતિબંધો રહેશે:● ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કે રજા (તબીબી કારણ સિવાય) મંજૂર કરી શકાશે નહીં.● સરકારી સેવાઓ કે જાહેર સાહસોમાં નવી નિમણૂકો આપી શકાશે નહીં.● મતદારોને પ્રભાવિત કરે તેવી નવી કોઈ જાહેરાતો, વચનો કે નાણાકીય ગ્રાન્ટ ફાળવી શકાશે નહીં.● વિવેકાધીન ફંડમાંથી કોઈ પણ પ્રકારની ચુકવણી મંજૂર કરી શકાશે નહીં.● આ આદેશોનો અમલ સત્તાધારી પક્ષ, અન્ય રાજકીય પક્ષો અને ઉમેદવારોએ ફરજિયાતપણે કરવાનો રહેશે.#MorbiUpdate #Election2026 #GujaratElection #ModelCodeOfConduct #MorbiNews #LocalBodyElection #StateElectionCommission #BreakingNews