રાજ્યની મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો, ૬ એપ્રિલના રોજ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશેમોરબી : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટેનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ જાહેરાત થતાં જ તમામ રાજકીય પક્ષોમાં અને વહીવટી તંત્રમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.જાહેર કરાયેલા સત્તાવાર ચૂંટણી કાર્યક્રમ અનુસાર, આગામી ૬ એપ્રિલના રોજ ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જે ઉમેદવારો ચૂંટણી લડવા માંગતા હોય તેઓ ૧૧ એપ્રિલ સુધી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શકશે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ નિર્ધારિત કરવામાં આવી છે. ત્યારબાદ ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલા ફોર્મની ચકાસણી ૧૩ એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. તેમજ ફોર્મ પરત ખેંચવા માટે ૧૫ એપ્રિલ છેલ્લી તારીખ રહેશે.તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેનું મતદાન ૨૬ એપ્રિલના રોજ યોજવામાં આવશે. ત્યારબાદ બે દિવસ પછી એટલે કે ૨૮ એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરાશે અને પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ આદર્શ આચારસંહિતા પણ લાગુ થઈ જશે અને ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ સઘન બનાવી દેવામાં આવી છે.#MorbiUpdate #LocalElections #GujaratElections #PanchayatElections #ElectionSchedule #MorbiNews #GujaratPolitics #VotingDay #Election2026