ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રેસિડેન્ટ તરીકે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની નિમણૂકમોરબી: મોરબીમાં મહિલાઓની આંતરિક શક્તિઓને મંચ પૂરું પાડતી અને સામાજિક સેવામાં અગ્રેસર ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વર્ષ 2026-27ના નવા વર્ષનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ક્લબના વાઈસ પ્રેસિડેન્ટ સાધનાબેન ઘોડાસરાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી હરિઓમ સ્કૂલ ખાતે જરૂરિયાતમંદ બાળકોને ફુલસ્કેપ બુક્સ અને કપડાંનું વિતરણ કરીને સાધનાબેન ઘોડાસરાનો જન્મદિવસ મનાવવામાં આવ્યો હતો. આ સેવાકાર્યથી બાળકોના ચહેરા પર સ્મિત રેલાયું હતું. આ સાથે જ ક્લબના નવા વર્ષના ફોર્મ ભરીને આગામી વર્ષની પ્રવૃત્તિઓનો શ્રીગણેશ કરવામાં આવ્યો હતો, જેમાં તમામ મેમ્બરોને વેલકમ ગિફ્ટ પણ આપવામાં આવી હતી.ડો. સુષ્માબેન દુધરેજીયા સતત બીજા વર્ષે પ્રેસિડેન્ટ તરીકે નિયુક્તઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના તમામ સભ્યોની લાગણીને માન આપીને વર્ષ 2026-27 માટે પ્રેસિડેન્ટ તરીકે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, સંસ્થાના ઇમિડીયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાની જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ તરીકે વરણી થતા તેમનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.2017 થી કાર્યરત ક્લબમાં જોડાવા અનુરોધસ્વદેશી વિચારધારા અને રાષ્ટ્રવાદ સાથે સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે કાર્યરત આ સંસ્થામાં નવા વર્ષની મેમ્બરશીપ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સંસ્થામાં જોડાવા ઈચ્છતી મહિલાઓને 9979329837 પર સંપર્ક કરવા જણાવાયું છે.આ કાર્યક્રમમાં ફાઉન્ડર શોભના બા ઝાલા, પ્રીતિબેન દેસાઈ, મયુરીબેન કોટેચા, નયનાબેન બારા, સેક્રેટરી મનિષાબેન ગણાત્રા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ડો. સુષ્માબેન તેમજ સાધનાબેનનો આભાર વ્યક્ત કર્યો હતો.#MorbiUpdate #IndianLionessClub #MorbiNews #SocialService #BirthdayCelebration #WomenEmpowerment #MorbiCity #ServiceToHumanity