મોરબી : ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે ત્યારે પક્ષીઓને પીવાનું પાણી અને આશરો મળી રહે તેવા શુભ આશયથી મોરબીમાં એક સરાહનીય આયોજન કરવામાં આવ્યું છે. રવાપર ગામના ઝાંપા પાસે આવેલા ઉમા હોલ ખાતે આવતીકાલે હનુમાન જયંતી નિમિત્તે પક્ષી માટેના પાણીના કુંડા અને ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.આવતીકાલે તારીખ ૦૨/૦૪/૨૦૨૬ ને ગુરુવારના રોજ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી આ સેવાકીય કાર્યક્રમ યોજાશે. દાતા કિરાત હિરેનભાઈ ભટાસણા (ઉમા હોલ, રવાપર ગામના ઝાંપા પાસે, મોરબી) ના સૌજન્યથી આ વિતરણ કરવામાં આવનાર છે. મોરબીના તમામ નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે આ માનવતાનું કાર્ય કરી પોતાના મકાન ઉપર, ફેકટરીમાં કે આજુબાજુના સાર્વજનિક સ્થળોએ ઝાડ પર પાણીનું પરબ અને ચકલીઘર બાંધી પંખીઓ પ્રત્યે કરુણા દાખવે.#Morbi #MorbiUpdate #BirdConservation #FreeDistribution #HanumanJayanti #SaveBirds #MorbiNews #Ravapar