મોરબી : મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા કડવા પાટીદાર વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વ્યાવસાયિક ઉત્કર્ષ માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ માટે તદ્દન ફ્રી બેઝિક કોમ્પ્યુટર કોર્સની નવી બેચ આજથી એટલે કે તારીખ ૧ એપ્રિલ, ૨૦૨૬ થી શરૂ કરવામાં આવી રહી છે.આ ફ્રી કોમ્પ્યુટર કોર્સમાં જોડાવા માટે વિદ્યાર્થીની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ કે નાપાસ હોવી જરૂરી છે. કડવા પાટીદાર સમાજના જે પણ વિદ્યાર્થીઓ આ કોર્સનો લાભ લેવા માંગતા હોય તેઓએ બેચમાં જોડાવા માટે રૂબરૂ ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે.આ માટે વાલીઓ અથવા વિદ્યાર્થીઓએ મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિની ઓફિસ, સનાળા રોડ, લેન્ડમાર્ક પ્લાઝા, ત્રીજા માળે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. સંપર્કનો સમય રજાના દિવસો સિવાય સવારે ૯:૩૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી અને બપોરે ૩:૩૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધીનો રહેશે તેમ સંસ્થાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #FreeComputerCourse #KadvaPatidar #UmiyaParivar #EducationNews #MorbiNews