પ્રથમ બે દિવસ તાલુકા અને જિલ્લા પંચાયત માટે અને છેલ્લા દિવસે મહાનગરપાલિકા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે : મંત્રી કાંતિલાલ અમૃતિયા, જિલ્લા પ્રમુખ જયંતિ રાજકોટીયા સહિતનાની ઉપસ્થિતિમોરબી : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા મોરબી જિલ્લામાં ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે તાલુકા અને જિલ્લા પંચાયત માટે આજ અને કાલ એમ બે દિવસ સેન્સ પ્રક્રિયા ચાલશે, જ્યારે મોરબી મહાનગરપાલિકા માટે આગામી ૩ તારીખે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે.આ સેન્સ પ્રક્રિયામાં મંત્રી કાંતિલાલ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા અને જિલ્લા પ્રભારી ગજેન્દ્ર સક્સેના તેમજ પ્રદેશના નિરીક્ષકો સહિતના ઉપસ્થિત રહ્યા છે. નિરીક્ષકોના જણાવ્યા મુજબ, અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપના સિનિયર, સક્રિય કાર્યકર્તાઓ તેમજ સારું શૈક્ષણિક લાયકાત ધરાવતા લોકો પણ દાવેદારી નોંધાવી રહ્યા છે. સરેરાશ એક સીટ પર 8 થી 9 જેટલા ઉમેદવારો સામે આવી રહ્યા છે. સેન્સ પ્રક્રિયા બાદ આગેવાનો સાથે ચર્ચા કરીને અહેવાલ પ્રદેશ સમિતિને સોંપવામાં આવશે.આ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રીતે થઈ રહી છે. દરેક કાર્યકર્તાને પોતાની વાત કહેવાની છૂટ છે. જોકે, ટિકિટ કોઈ એક જ ઉમેદવારને મળશે, પરંતુ બાકીના તમામ કાર્યકર્તાઓ સાથે મળીને પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા પ્રયાસ કરશે તેવો વિશ્વાસ નિરીક્ષકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ભાજપની નીતિ-રીતિ મુજબ મોરબી જિલ્લામાં પણ પાર્ટી પૂર્ણ બહુમતી સાથે વિજય મેળવશે તેવો આશાવાદ નિરીક્ષકોએ દર્શાવ્યો હતો.સેન્સ પ્રક્રિયાનું સમયપત્રક:આજનો કાર્યક્રમ:● સવારે ૯:૩૦ થી ૧૧:૩૦: માળિયા તાલુકા અને જિલ્લા પંચાયત● સવારે ૧૧:૩૦ થી ૧:૩૦: વાંકાનેર તાલુકા અને જિલ્લા પંચાયત● બપોરે ૨:૩૦ થી ૪:૩૦: વાંકાનેર નગરપાલિકા● સાંજે ૪:૩૦ થી ૬:૩૦: ટંકારા તાલુકા અને જિલ્લા પંચાયત● સાંજે ૬:૩૦ થી ૮:૩૦: ટંકારા નગરપાલિકાઆવતીકાલનો કાર્યક્રમ: ● સવારે ૯:૩૦ થી ૧૧:૩૦: હળવદ તાલુકા અને જિલ્લા પંચાયત● સવારે ૧૧:૩૦ થી ૧:૩૦: મોરબી તાલુકા અને જિલ્લા પંચાયત● બપોરે ૨:૩૦ થી ૪:૩૦: માળિયા નગરપાલિકાઉમેદવારી નોંધાવવા માટે જરૂરી દસ્તાવેજો:દાવેદારી કરવા આવતા ઉમેદવારોએ પોતાની સાથે મતદાર યાદીનો ક્રમાંક, સ્થાનિક સ્વરાજ્યની મતદાર યાદીનો ક્રમાંક, બૂથનું નામ અને નંબર, પ્રાથમિક અને સક્રિય સભ્યપદનો નંબર, પક્ષમાં વર્તમાન કે પૂર્વ જવાબદારીની વિગતો, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ત્રણ ફોટા ફરજિયાત લાવવાના રહેશે.નિરીક્ષકો અને પસંદગી પ્રક્રિયા:આ સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશ તરફથી નિરીક્ષકો તરીકે ધારાસભ્ય રમણભાઈ વોરા, જૂનાગઢના ગૌરવભાઈ રૂપારેલિયા અને કચ્છના દેવાંગભાઈ દવે ઉપસ્થિત રહ્યા છે. પાર્ટીની ગાઈડલાઈન મુજબ, પક્ષ માટે ખરા અર્થમાં કામ કરનાર બૂથ લેવલના કાર્યકરોને ટિકિટ ફાળવણીમાં પ્રાધાન્ય આપવામાં આવશે. આ ઉપરાંત ૬૦ વર્ષથી ઉપરના ઉમેદવારો માટે ગત વખતની ગાઈડલાઈન જ અમલમાં રહેશે.#Morbi #MorbiUpdate #MorbiNews #BJP #BJPMorbi #LocalBodyElection #GujaratElections #SenseProcess #PoliticalNews