દરરોજ 500 જેટલા ભાવિકો લે છે લાભ: આગામી બે દિવસમાં પૂર્ણાહુતિ મોરબી: મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત જૈન સમાજ દ્વારા ચૈત્ર માસની શાશ્વતી સામૂહિક આયંબિલ ઓળીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ભાવચંદ્રજી મહારાજની નિશ્રામાં યોજાયેલા આ કાર્યક્રમમાં જૈન ધર્મના ચારેય ફિરકાના ભાવિકો એકસાથે જોડાઈને તપ-આરાધના કરી રહ્યા છે.આ આયંબિલ ઓળી અંગે વિગતો આપતા જૈન અગ્રણીઓએ જણાવ્યું હતું કે, મોરબીમાં સમસ્ત જૈન સમાજ દ્વારા આ પ્રકારના આયોજનનું આ સતત 5 મું વર્ષ છે. લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીની પાવન નિશ્રામાં આ ધાર્મિક મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ આયંબિલ ઓળીમાં કોઈ પણ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર દરેક વ્યક્તિ જોડાઈ શકે તેવું ઉમદા વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે.વધુમાં જાણવા મળ્યું છે કે, આ આયંબિલ ઓળીમાં દરરોજ અંદાજે 475 થી 500 જેટલા આરાધકો ભક્તિભાવપૂર્વક આયંબિલનો લાભ લઈ રહ્યા છે. જૈન સમાજના કાર્યકરો અને આગેવાનોના સહયોગથી આ આખું આયોજન નિર્વિઘ્ને સંપન્ન થઈ રહ્યું છે. આ ઓળી હવે તેના અંતિમ ચરણમાં છે અને આગામી 2 દિવસમાં તેની પૂર્ણાહુતિ થશે. આ આયોજનમાં દોશી નવલબેન તારાચંદ માણેકચંદ (નેકનામવાળા) હ. તરુબેન નવીનચંદ્ર દોશી પરિવાર દ્વારા લાભ લેવામાં આવ્યો છે.#Morbi #JainSamaj #AyambilOli #ReligiousNews #MorbiUpdate #Jainism #Tapasya #GujaratNews