મોરબી : મોરબી તાલુકાના ભક્તિનગર ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. બજરંગ યુવક મંડળ - ભક્તિનગર દ્વારા આગામી તારીખ 02/04/2026 ને ગુરુવારના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમની વિગત નીચે મુજબ છે: • ધૂન: બપોરે 3:00 વાગ્યે • શોભાયાત્રા: સાંજે 5:15 વાગ્યે • મહાઆરતી: સાંજે 6:00 વાગ્યે • મહાપ્રસાદ: સાંજે 6:30 વાગ્યેબજરંગ યુવક મંડળ દ્વારા તમામ ગ્રામજનોને સહ-પરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #Bhaktinagar #HanumanJayanti #Festival #ReligiousEvent #MorbiUpdate #Gujarat #HanumanJi #SocialNews