અત્યાર સુધીના ૫૪ કેમ્પમાં કુલ ૧૫,૨૩૬ લોકોએ લાભ લીધો તેમજ ૬,૯૭૨ લોકોના વિનામૂલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયામોરબી : જાણીતી આંખની હોસ્પિટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહિનાની ૪ તારીખે શહેરના જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ ખાતે યોજવામાં આવે છે. જે અંતર્ગત આગામી તા. ૪-૪-૨૦૨૬, શનિવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન સ્વ. રમણીકલાલ જગજીવનભાઈ પોપટ (હસ્તે નિતીનભાઈ, દીપકભાઈ - રીધ્ધી ફટાકડા, ચેરમેન-મોરબી નાગરિક બેંક) તથા પોપટ પરિવારના સહયોગથી આ કેમ્પ યોજાશે.આ કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર અને નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું શ્રેષ્ઠ સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) બેસાડીને વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે.ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપાં વગેરે તમામ સુવિધાઓ સંસ્થા દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. દર મહિનાની ૪ તારીખે યોજાતા આ કેમ્પનો લાભ લેવા માટે કોઈ એડવાન્સ બુકિંગની આવશ્યકતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીએ પોતાનું આધારકાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે.વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી (૯૮૨૫૦૮૨૪૬૮), હરીશભાઈ રાજા (૯૮૭૯૨૧૮૪૧૫), નિર્મિતભાઈ કક્કડ (૯૯૯૮૮૮૦૫૮૮) અથવા અનિલભાઈ સોમૈયા (૮૫૧૧૦૬૦૦૬૬) નો સંપર્ક કરવા જલારામ ધામ-મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #JalaramDham #EyeCamp #FreeEyeCheckup #MorbiNews #Healthcare #SocialWork