હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન અજય લોરીયાની અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવણી હોવાના ગંભીર આક્ષેપ : સિરામિક પ્રમુખ, ઉદ્યોગકારો, પાટીદાર આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં આવેદન આપવા આવ્યું મોરબી : મોરબીમાં તાજેતરમાં ઉદ્યોગકાર સહિત બે લોકો ઉપર હુમલો થયાની ઘટના ઘટી હતી. જેના વિરોધમાં આજે જિલ્લા પોલીસ વડાને આવેદન આપવામાં આવ્યું હતું. આ આવેદનમાં હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અજય લોરીયા અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોય તેવા આક્ષેપ સાથે આરોપી સામે કડક કાર્યવાહીની માંગ સાથે સિરામિક પ્રમુખ, ઉદ્યોગકારો, પાટીદાર આગેવાનો સહિતના મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં રજૂઆત કરવામાં આવી હતી.આ આવેદનમાં એવન્યુ પાર્કમાં રહેતા અને મેટ્રો સિરામિક સાથે જોડાયેલા ઉદ્યોગપતિ શેખર રતિભાઈ આદ્રોજાએ જણાવ્યું હતું કે અજય લોરીયાએ ૨૫ લાખ રૂપિયાની ઉઘરાણી મામલે લાકડાના ધોકા અને ખીલ્લીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો. સાથે જ અરજદાર શેખર આદ્રોજાએ આવેદન પત્રમાં આક્ષેપ કર્યો છે કે અજય લોરીયા દ્વારા બે નંબરના ધંધાઓ તેના માણસો મારફતે ચલાવે છે. તેમજ મોરબી જિલ્લામાં ચાલતી મોટાભાગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં અજય લોરીયા અને તેના માણસો જોડાયેલા છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન અજય લોરિયા પર લુખ્ખાગીરી, ગુંડાગીરી, ક્રિકેટનો સટ્ટો રમાડવો, એમ.સી.એક્સ.ના ગેરકાયદેસર વાયદા લેવા, ડબ્બા ટ્રેડિંગ કરવું, બાયો ડીઝલ વેચવું, હનીટ્રેપ કરવી, કિંમતી જમીન પર કબજા કરવા સહિતની ગેરકાયદે પ્રવૃતિમાં સંડોવણીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સિરામિક ઉદ્યોગના આગેવાનો અને પાટીદાર સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોની હાજરીમાં આ બાબતે જિલ્લા પોલીસ વડાને આવેદન આપી જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન અજય લોરિયા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiPolice #CrimeNewsMorbi #GujaratiNews