મોરબી: ભારત સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં પસંદ થયેલ મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાએ શૈક્ષણિક અને પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા આ શાળાને 'સક્ષમ શાળા' તેમજ 'હરીત વિદ્યાલય' એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી છે.શાળાની અત્યાધુનિક સુવિધાઓ અને પ્રવૃત્તિઓપીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓ માટે સ્માર્ટ બોર્ડ, આધુનિક બેંચીસ, જીમના સાધનો, ચાઈલ્ડ ફ્રેન્ડલી ફર્નિચર, કલા શિક્ષણ કીટ, ચિત્ર સાથેના રૂમ, સંગીત સહાયક, ચિત્ર સહાયક, કમ્પ્યુટર સહાયક, અને કલા શિક્ષણ કીટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. યોગ અને કરાટે ટ્રેનિંગ દ્વારા વિદ્યાર્થીનીઓને શારીરિક રીતે સક્ષમ બનાવવામાં આવે છે. આ ઉપરાંત, શાળામાં શૈક્ષણિક પ્રવાસ, ટ્વીનિંગ પ્રોગ્રામ, બીઝનેશ ટાયકૂન અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે NMMS, CET અને જ્ઞાન સાધના માટે વિશેષ તૈયારીઓ કરાવવામાં આવે છે.આરોગ્ય અને સામાજિક જવાબદારીશાળામાં જ વિદ્યાર્થીનીઓ માટે બ્લડ ગ્રુપિંગ, હિમોગ્લોબીન તપાસ અને આંખોની તપાસ માટેના કેમ્પ યોજવામાં આવે છે. બેંક એકાઉન્ટ ખોલાવવાથી લઈને ગણવેશ વિતરણ સુધીની તમામ પ્રક્રિયામાં પારદર્શિતા જાળવી વાલીઓને પણ સહભાગી બનાવવામાં આવે છે.પર્યાવરણ જાળવણીમાં અગ્રેસરશાળાનું કેમ્પસ પ્લાસ્ટિક મુક્ત છે અને અહીં વરસાદી પાણીના સંગ્રહ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જમીનનું તળ ઊંચું લાવવા માટે 200 ફૂટ ઊંડો બોર કરી વરસાદી પાણી જમીનમાં ઉતારવાનું પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે. શાળાની બાગબાની, ઘટાદાર વૃક્ષો અને સ્વચ્છતાના ઉચ્ચ ધોરણોને કારણે આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.રૂપિયા 11000 ના પુરસ્કાર સાથે સન્માનઆ તમામ ભૌતિક અને શૈક્ષણિક ઉપલબ્ધિઓના ઝીણવટભર્યા મૂલ્યાંકન બાદ, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓના હસ્તે શાળાને 11000/- રૂપિયાનો રોકડ પુરસ્કાર, સ્મૃતિચિહ્ન અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.આ સિદ્ધિ બદલ શાળા પરિવારે જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ. મહેતાનો આભાર વ્યક્ત કર્યો છે. આ એવોર્ડ મળતા શાળાની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે અને સમગ્ર ગ્રામજનોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.#Morbi #MadhaparvadiSchool #PMSHREE #EducationAward #GreenSchool #SakshamShala #MorbiUpdate #GujaratEducation #EnvironmentFriendly