કિશોરભાઈ ચિખલીયાના નિધનથી કોંગ્રેસે આધાર સ્તંભ ગુમાવ્યો, પરિવાર અને કાર્યકરોને દુઃખ સહન કરવાની શક્તિ મળેમોરબી : મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાના અવસાનથી સમગ્ર મોરબી જિલ્લાના રાજકારણમાં અને ખાસ કરીને કોંગ્રેસ પક્ષમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ લલિત કગથરાએ કિશોરભાઈ ચિખલીયાના નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી.લલિત કગથરાએ જણાવ્યું હતું કે, કિશોરભાઈ ચિખલીયા મોરબી જિલ્લામાં કોંગ્રેસ માટે તનતોડ મહેનત કરતા હતા. આજે તેમના જવાથી કોંગ્રેસ નોંધારી બની ગઈ છે. તેઓ અમારા માટે એક આધારસ્તંભ સમાન હતા, જે આજે જતો રહ્યો છે. કિશોરભાઈએ કોંગ્રેસ માટે એક-એક ઘરે જઈને ખૂબ જ મહેનત કરી હતી. લોકોમાં તેમને 'બળિયો' ઉપનામ મળેલું હતું અને તે જ બળિયાપણું બતાવીને તેમણે કોંગ્રેસ માટે ખૂબ કામ કર્યું હતું.વધુમાં તેઓએ જણાવ્યું કે, અચાનક તેમના નિધનના સમાચાર સાંભળીને કોંગ્રેસના તમામ કાર્યકરો પર વજ્રઘાત પડ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ભગવાન મોરબી કોંગ્રેસના તમામ કાર્યકરો અને કિશોરભાઈના પરિવારના તમામ સભ્યોને આ વજ્રઘાત અને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું.#Morbi #MorbiUpdate #MorbiNews #KishorbhaiChikhalia #LalitKagathara #Congress #MorbiCongress #GujaratPolitics