હળવદ : હળવદ તાલુકામાં વિકાસના કાર્યોને વેગ આપવા માટે આગામી સમયમાં બે નવા બ્રિજનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ધારાસભ્ય પ્રકાશ વરમોરાના હસ્તે આ બ્રિજના ખાતમુહૂર્ત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખાતમુહૂર્ત સમારોહ 01/04/2026ને બુધવારના રોજ સવારે 8:30 વાગ્યે મયુરનગર, તા. હળવદ ખાતે યોજાશે. પ્રોજેક્ટની વિગત મુજબ, બ્રાહ્મણી નદી પર ધ્રાંગધ્રા-કુડા-ટીકર રોડ પર 15.52 કરોડના અંદાજિત ખર્ચે ટુ-લેન મેજર બ્રિજ બનાવવામાં આવશે. આ ઉપરાંત, હળવદ-મયુરનગર-રાયસંગપર-ધનાળા-સુસવાવ રોડ પર 24.52 કરોડના ખર્ચે નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આમ અંદાજિત 40 કરોડના ખર્ચે આ બંને બ્રિજ તૈયાર થશે, જેનાથી સ્થાનિક વાહનવ્યવહાર વધુ સુલભ બનશે.#Halvad #Development #BridgeConstruction #PrakashVarmora #MorbiUpdate #Infrastructure #GujaratNews