જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓ અને મોરબી મહાનગરપાલિકાના ઈચ્છુક ઉમેદવારો માટે સમયપત્રક જાહેર, ઉમેદવારોને ટેકેદારો વિના એકલા જ આવવાનો આદેશમોરબી: મોરબી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ ને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટિયાની સુચના અનુસાર, આગામી તારીખ ૧ એપ્રિલથી ૩ એપ્રિલ સુધી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વિવિધ નગરપાલિકાઓ અને મોરબી મહાનગરપાલિકા માટે ઉમેદવારોની પસંદગી અંગે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.જિલ્લા ભાજપ કાર્યાલય, કમલમ (શકત શનાળા) ખાતે આ સેન્સ પ્રક્રિયા યોજાશે. સમયપત્રક મુજબ તારીખ ૧ એપ્રિલ (બુધવાર) ના રોજ સવારે ૦૮:૩૦ થી ૧૧:૩૦ માળિયા તાલુકા અને જિલ્લા પંચાયત, ૧૧:૩૦ થી ૦૧:૩૦ વાંકાનેર તાલુકા અને જિલ્લા પંચાયત માટે સેન્સ લેવાશે. બપોરે ૦૧:૩૦ થી ૦૨:૩૦ ભોજન વિરામ રહેશે. ત્યારબાદ બપોરે ૦૨:૩૦ થી ૦૪:૩૦ વાંકાનેર નગરપાલિકા, સાંજે ૦૪:૩૦ થી ૦૬:૩૦ ટંકારા તાલુકા અને જિલ્લા પંચાયત તથા સાંજે ૦૬:૩૦ થી ૦૮:૩૦ ટંકારા નગરપાલિકા માટે પ્રક્રિયા હાથ ધરાશે.તારીખ ૨ એપ્રિલ (ગુરુવાર) ના રોજ સવારે ૦૮:૩૦ થી ૧૧:૩૦ હળવદ તાલુકા અને જિલ્લા પંચાયત, ૧૧:૩૦ થી ૦૧:૩૦ મોરબી તાલુકા અને જિલ્લા પંચાયત માટે સેન્સ પ્રક્રિયા યોજાશે. ૦૧:૩૦ થી ૦૨:૩૦ ના ભોજન વિરામ બાદ બપોરે ૦૨:૩૦ થી ૦૪:૩૦ સુધી માળિયા નગરપાલિકાના ઉમેદવારો માટે સેન્સ લેવામાં આવશે.ત્યારબાદ તારીખ ૩ એપ્રિલ (શુક્રવાર) ના રોજ મોરબી મહાનગરપાલિકાના વિવિધ વોર્ડની સેન્સ પ્રક્રિયા યોજાશે. જેમાં વોર્ડ નં. ૧ અને ૨ માટે સવારે ૧૦ થી ૧૧, વોર્ડ નં. ૩ અને ૪ માટે ૧૧ થી ૧૨, વોર્ડ નં. ૫ અને ૬ માટે બપોરે ૧૨ થી ૧ વાગ્યાનો સમય ફાળવાયો છે. બપોરે ૧ થી ૨ વાગ્યા સુધી ભોજન વિરામ રહેશે. ત્યારબાદ વોર્ડ નં. ૭ અને ૮ માટે બપોરે ૨ થી ૩, વોર્ડ નં. ૯ અને ૧૦ માટે બપોરે ૩ થી ૪, વોર્ડ નં. ૧૧ અને ૧૨ માટે સાંજે ૪ થી ૫ અને વોર્ડ નં. ૧૩ માટે સાંજે ૫ થી ૬ વાગ્યાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.આ સેન્સ પ્રક્રિયા માટે પક્ષ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. સેન્સ પ્રક્રિયા જે-તે તાલુકાની જિલ્લા પંચાયત સીટ તથા તાલુકા પંચાયત સીટ તથા નગરપાલિકાના વોર્ડની સીટ ક્રમશ: મુજબ હાથ ધરવામાં આવશે. ઉમેદવારીની દાવેદારી કરવા ઈચ્છતા ઉમેદવારે પોતે જ હાજર રહીને રજૂઆત કરવાની રહેશે. કોઈપણ ઉમેદવાર અન્ય કોઈ ટેકેદારોને સાથે રાખી શકશે નહિ, જેની ખાસ નોંધ લેવા જણાવાયું છે. ઉમેદવારોએ ઉમેદવારી પત્રક (ફોર્મ) જિલ્લા કાર્યાલયથી સેન્સ પ્રક્રિયા સમયે જ મેળવી, ભરીને પરત કરવાનું રહેશે.ઉમેદવારોએ ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ ફરજિયાત જોડવાના રહેશે. જેમાં વિધાનસભાની અને સ્થાનિક સ્વરાજ્યની મતદાર યાદીનો મતદાર ક્રમાંક, બુથનું નામ અને નંબર, પ્રાથમિક અને સક્રિય સદસ્ય નંબર (૨૦૨૪ પ્રમાણે), પક્ષમાં વર્તમાન અને પૂર્વ જવાબદારીની વિગતો, ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડની ઝેરોક્ષ તેમજ પાસપોર્ટ સાઈઝના ૩ ફોટા સામેલ કરવાના રહેશે.#Morbi #MorbiUpdate #BJPMorbi #LocalBodyElections2026 #MorbiDistrict #MorbiMahanagarpalika #ElectionSense #BJP #GujaratNews