થોડા દિવસ લાઈટો ચાલુ કર્યા બાદ હાલમાં બંધ હોવાની લોક ફરિયાદમોરબી: શહેરના લીલાપર કેનાલ રોડ પર બોરિયાં પાટીયાથી લીલાપર ચોકડી સુધી નવી સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવી છે. આ લાઈટો થોડા સમય માટે ચાલુ કરવામાં આવી હતી, જેનાથી વાહનચાલકો અને સ્થાનિકોમાં રાહત જોવા મળી હતી. જોકે, ટૂંકા ગાળામાં જ આ સ્ટ્રીટ લાઈટો ફરી બંધ હાલતમાં જોવા મળી રહી છે.રાત્રિના સમયે આ મહત્વના માર્ગ પર અંધારપટ છવાઈ જતો હોવાથી વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તંત્ર દ્વારા લાખોના ખર્ચે નખાયેલી આ લાઈટો શોભાના ગાંઠિયા સમાન બની રહી છે ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી લાઈટો વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #LilaparRoad #StreetLight #MorbiNews #PublicIssue