મોરબી : ભારતીય બંધારણના ઘડવૈયા અને 'સિમ્બોલ ઓફ નોલેજ' ડો. બાબાસાહેબ આંબેડકરની આગામી 14 એપ્રિલ 2026, મંગળવારના રોજ 135મી જન્મજયંતી છે. આ અવસરે મોરબી જિલ્લામાં સ્વયમ્ સૈનિક દળ (SSD) દ્વારા ભવ્ય મહારેલી, મહાસલામી અને મહાસભાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.સ્વયમ્ સૈનિક દળ (SSD) દ્વારા મળેલી માહિતી મુજબ, આ કાર્યક્રમ અંતર્ગત લાખોની સંખ્યામાં સૈનિકો ઉપસ્થિત રહી ડો. બાબાસાહેબ આંબેડકરને સલામી આપી સન્માનિત કરશે. મિશનરી ભાઈઓ અને બહેનોને આ સામાજિક જવાબદારી નિભાવી મહામાનવ પ્રત્યેનું ઋણ અદા કરવા આહવાન કરવામાં આવ્યું છે.રેલીનો રૂટ અને સમય: • ભીમ રેલી: સવારે 8:30 વાગ્યે શનાળા ગામથી પ્રસ્થાન થશે. • મહાસલામી: સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સલામી આપવામાં આવશે. • રેલી રૂટ: શનાળા ગામ - ઉમિયા સર્કલ - નવા બસ સ્ટેન્ડ - રામચોક - સિવિલ હોસ્પિટલ ચોક, ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સલામી- પરા બજાર - ગેસ્ટ હાઉસ રોડ - વી.સી. ફાટક - પાડાપુલ - નટરાજ ફાટક - નજરબાગ - ભળિયાદ કાંટે સમાજવાડી ખાતે સભામાં પૂર્ણ થશે.મહાસભાનું સ્થળ: રેલીના અંતે ભોળિયાદ કાંઠે આવેલી સમાજવાડી ખાતે વિશાળ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતના તમામ જિલ્લાઓમાં SSD દ્વારા આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે મોરબીમાં પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વધુ વિગત માટે 9265503389, 9723729613, 8238572914, 9313833036 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #DrAmbedkarJayanti #SSD #SwayamSainikDal #BhimRally #MorbiNews #14April