મોરબી : જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા 66 KV બેલા સબ સ્ટેશનમાં મેઈન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાથી અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કાલે તારીખ 31/03/2026 ને મંગળવારના રોજ 66 KV બેલા સબ સ્ટેશનમાંથી નીકળતા 11 KV ઓમ ઇન્ડસ્ટ્રીઅલ ફીડર સવારે 9:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડર હેઠળ આવતા તમામ વાણિજ્યિક તેમજ ઔદ્યોગિક (HT) વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે. #Morbi #JetparRoad #PowerCut #Maintenance #Guvnl #Pgvcl #MorbiUpdate #IndustrialNews #GujaratNews