મોરબી : મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૯ માં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સફાઈના અભાવે મચ્છરોનો ત્રાસ વધ્યો છે. રોગચાળો વકરતો અટકાવવા માટે કોંગ્રેસ આગેવાન રમેશભાઈ રબારી દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં અનિયમિત સફાઈને કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ થયો છે, જેનાથી સ્થાનિક રહીશોમાં રોગચાળાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે તાત્કાલિક ધોરણે દવાનો છંટકાવ કરવો અત્યંત જરૂરી છે.વધુમાં માંગ કરવામાં આવી છે કે, આ વિસ્તારમાં નિયમિત રીતે બન્ને સમય સાફ-સફાઈ થઈ શકે તે માટે કાયમી સફાઈ કામદારની નિમણૂક કરવામાં આવે. જો યોગ્ય સફાઈ અને દવાનો છંટકાવ થશે તો જ મચ્છરોનો નાશ થશે અને લોકોને રોગચાળામાંથી મુક્તિ મળશે. આ બાબતને ગંભીરતાથી લઈ સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા કમિશનરને અપીલ કરાઈ છે.#Morbi #MorbiUpdate #MorbiNews #GujaratHousingBoard #Sanitation #Ward9 #MorbiMunicipalCorporation