કાર્યકરના ઘરે વાતો કરતી વેળાએ જ અચાનક ઢળી પડ્યા : હાલ સિવિલે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં દોડી આવ્યામોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું રાત્રીના સમયે હાર્ટ એટેકથી નિધન થયું છે. હાલ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો દોડી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા હાઉસિંગ બોર્ડથી મહેન્દ્રનગર ખાતે વોર્ડ નંબર 4 માં એક આગેવાનને મળવા ગયા હતા. તેઓ ત્યાં બેઠા હતા ત્યાં અચાનક જ તેમને મેજર હાર્ટ એટેક આવતા તેઓને તાત્કાલિક સારવાર માટે સમર્પણ હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલા જ તેમનું નિધન થયું હતું. કિશોરભાઈએ ચક્ષુદાન કરેલું હોવાથી, તેમના પાર્થિવ દેહને હાલ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં કોગ્રેસના કાર્યકરો દોડી ગયા હતા.કોગ્રેસના જિલ્લા પ્રમુખ કિશોરભાઈ મિલનસાર સ્વભાવના અને લડાયક નેતા તરીકેની ઓળખ ધરાવતા હતા. તેમના અચાનક નિધનથી ચીખલિયા પરિવાર અને કોગ્રેસ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.#MorbiUpdate #MorbiNews #Morbi #HeartAttack #EyeDonation