મંદિરમાંથી ૭૦ ચાંદીના છતર, ૧ મુગટ અને સોનાના ૧૦ છતર તથા ૨ ટીલડીની ચોરી થતા ગુનો નોંધાયોમોરબી : હળવદ તાલુકાના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી કોઈ અજાણ્યા તસ્કરોએ સોના-ચાંદીના છતર અને મુગટ સહિત કુલ ૭૫ હજાર રૂપિયાની મતાની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ધુળકોટ ગામે રહેતા અર્જુનસિંહ હરભમજી જાડેજાએ હળવદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવી છે.બનાવની વિગત મુજબ, ગત તા. ૧૭/૦૩/૨૦૨૬ ના રાતના દસ વાગ્યાથી તા. ૧૮/૦૩/૨૦૨૬ ની વહેલી સવારના સવા છ વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ ધુળકોટ ગામે આવેલ શક્તિ માતાજી મંદિરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ મંદિરમાંથી અલગ-અલગ નાના-મોટા જુના ચાંદીના આશરે ૭૦ નંગ છતર તેમજ ૧ નંગ મુગટ (કુલ વજન આશરે દોઢેક કિલો) જેની અંદાજીત કિંમત રૂ. ૪૫,૦૦૦/- તેમજ સોનાના અલગ-અલગ નાના-મોટા જુના આશરે ૧૦ છતર અને ૨ નંગ ટીલડી (વજન આશરે એકાદ તોલો) જેની અંદાજીત કિંમત રૂ. ૩૦,૦૦૦/- ની ચોરી કરી હતી. આમ તસ્કરો કુલ કિંમત રૂ. ૭૫,૦૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.આ બનાવ અંગે અર્જુનસિંહ જાડેજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ ૩૦૫(ડી) મુજબ ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ હળવદ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. આર.બી.ટાપરીયા ચલાવી રહ્યા છે.#Halvad #HalvadNews #MorbiUpdate #CrimeNews #Theft #MorbiPolice #GujaratNews