મોરબી જિલ્લા પંચાયતના વિસ્તરણ અધિકારીની બઢતી સાથે જામનગર બદલીમોરબી : રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત વિકાસ સેવાના વર્ગ-2 ના તાલુકા વિકાસ અધિકારીઓની વહીવટી હિતમાં બદલીઓ અને પંચાયત/રાજ્ય સેવા વર્ગ-3 ના કર્મચારીઓને બઢતી સાથે નિમણૂક આપવામાં આવી છે. આ મોટા ફેરફારોમાં મોરબી જિલ્લાને પણ બે નવા તાલુકા વિકાસ અધિકારી (TDO) મળ્યા છે, જ્યારે જિલ્લા પંચાયતના એક અધિકારીની અન્ય જિલ્લામાં બદલી થઈ છે.મોરબી જિલ્લામાં થયેલા ફેરફારોની વિગત નીચે મુજબ છે:● રાજકોટ જિલ્લા પંચાયત કચેરીમાં નાયબ ચીટનીશ તરીકે ફરજ બજાવતા રાકેશ ગોરધનભાઈ રાઠોડને બઢતી આપીને માળીયામીયાણા (જિ.મોરબી) ના તાલુકા વિકાસ અધિકારી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે.● સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરીમાં નાયબ ચીટનીશ તરીકે ફરજ બજાવતા માયાબેન હરિપ્રસાદ જાનીને બઢતી આપીને વાંકાનેર (જિ.મોરબી) ના તાલુકા વિકાસ અધિકારી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે.● મોરબી જિલ્લા પંચાયત કચેરીમાં વિસ્તરણ અધિકારી (પંચાયત) તરીકે ફરજ બજાવતા રાજેશકુમાર રામજીભાઇ પટેલને બઢતી આપીને કાલાવડ (જિ.જામનગર) ના તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #TDOPromotion #GujaratGovernment #MaliyaMiyana #Wankaner #MorbiDistrict