માળીયા મિયાણા પોલીસે રિમાન્ડ દરમિયાન આરોપીના ઘરમાંથી હથિયાર અને કારતૂસ ઝડપી પાડ્યામોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે પ્રેમલગ્ન બાબતે છરી વડે ઘાતક હુમલો કરી યુવાનની હત્યાનો પ્રયાસ કરનાર શખ્સને ઝડપી લીધા બાદ પોલીસે આરોપીના રિમાન્ડ દરમિયાન ઘરની તલાશી લેતા રહેણાંકમાંથી એક દેશી બનાવટની બંદૂક અને જીવતા નવ કારતુસ મળી આવતા પોલીસે આર્મ્સ એકટ મુજબ પણ અલગથી કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે પ્રેમલગ્ન બાબતનો ખાર રાખી આરોપી કીશોરભાઇ દેવદાનભાઇ લોખીલ ઉ.૩૭ વાળાએ યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતા પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લઈ રિમાન્ડ મેળવ્યા હતા. આરોપીના રિમાન્ડ દરમિયાન રહેણાંક મકાનની તલાશી લેતા એક દેશી બનાવટની પિસ્તોલ કિંમત રૂ. ૫,૦૦૦ તેમજ ૯ જીવતા કારતૂસ કિંમત રૂ. ૯૦૦ મળી આવતા પોલીસે કુલ રૂ. ૫,૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ અન્વયે નવો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.